સિંહોની પજવણી મુદ્દે ગુજરાત સરકારને ફટકાર. 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

શનિવાર, 27 નવેમ્બર 2021 (12:04 IST)
ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે. તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ છે. 
 
સિંહોની પજવણીને લઈને કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે ભવિષ્યમાં સિંહો જોવા હોય તો તેમને શાંતિથી જીવવા દો, સિંહોની સુરક્ષાને લઈને સરકાર નીતિ બનાવે અને જો સરકાર નીતિ નહીં બનાવે તો કોર્ટ સુચન કરશે. હાઈકોર્ટે રાજ્યમાં સિંહોની સુરક્ષા મુદ્દે સરકારને એમ પણ કહ્યું કે અન્ય દેશના નેશનલ પાર્કની નીતિનો અભ્યાસ કરો, ગુજરાતમાં વસતા એશિયાટીક સિંહ એ ગુજરાત જ નહીં સમગ્ર દેશનું ગૌરાવ છે..સાસણમાં સિંહને જીપના ઘેરાની ઘટના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરતા સફારી પાર્કમાં માનવીય પ્રવૃતિઓનો ઘટાડો કરવાનો નિર્દેશ કર્યો છે..
 
મહત્વનું છે કે ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે જીપ્સીઓ ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી..તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ છે, જેને લઈને ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.  આ આ મામલે 3 ડિસેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરાનાર છે.
 
પ્રોટેકશન એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસ કમિટીએ કરેલી અરજીમાં એડવોકેટ હ્દય બુચે રજૂઆત કરી હતી કે, જંગલમાં સિંહ દર્શન માટે વ્હીકલને આપેલી મંજૂરીને લીધે સિંહોનો કુદરતી ક્રમ વેરવિખેર થયો છે. સિંહો સરકસના સિંહો જેવા થઇ ગયા છે. સફારી માટેની એન્ટ્રીને નિયંત્રિત કરવી જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર