રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા હવે દિવસે ઠંડીનું પ્રમાણ વધ્યું

શનિવાર, 27 નવેમ્બર 2021 (10:48 IST)
રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરોમાં કેટલાક લોકો વહેલી સવારનો આલ્હાદક આનંદ લેવા મોર્નિગ વોક પર જતા પણ નજરે પડી રહ્યા છે.. ઉત્તર પૂર્વીય પવનોની દિશા બદલાતા હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે અમદાવાદનું તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું તો ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું જ્યારે નલિયામાં 12.8 જેટલો ઠંડીનો પારો ગગડતા રાજ્યનું સૌથી ઠંડીગાર શહેર બન્યું હતું.
 
ગુજરાતમાં એક ચોક્કસ પ્રમાણની આજુબાજુ ઠંડુ વાતાવરણ હોય છે પણ આપણા ગુજરાતના જ કચ્છના નલિયામાં સમગ્ર ગુજરાત કરતા વધું ઠંડી કેમ પડે છે? કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતા અલગ હોવાથી ઠંડી અને ગરમી કે ધૂમમ્સ વધુ જોવા મળે છે. કચ્છના હવામાનમાં તરત બદલાવ આવે છે. આ પ્રદેશ એકદમ ખુલ્લો છે જે ઉત્તર દિશામાં આવેલો છે એટલે જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષા ની સીધી અસર જોવા મળે છે ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર  કરે છે જલ્દી ઠંડી પકડી લે છે રણ વિસ્તાર ખલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે ક્ચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નિચે જાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર