વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક
ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (09:24 IST)
BRICS Summit 2024 રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન બાદ ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી.
આ બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, “કઝાનમાં બ્રિક્સ શિખર સંમેલન સમયે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી.”
આ દરમિયાન શી જિનપિંગે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની વાત કરી અને કહ્યું કે દરેક વ્યક્તિએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે ઘટાડવાનો આગ્રહ રાખવો જોઈએ અને
યુદ્ધના મેદાનને વધુ વિસ્તરણ ન કરવું જોઈએ.
“ભારત અને ચીન વચ્ચેના સંબંધો બંને દેશોના લોકોની સાથે ક્ષેત્રિય અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કરશે.”
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં એલએસી પર પેટ્રોલિંગને લઈને એક સહમતિ પર પહોંચ્યા છે.
ચાર વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં આ સમજૂતિને મોટી સફળતા માનવામાં આવે છે.
આ પહેલાં નવેમ્બર 2022માં ઇન્ડોનેશિયામાં થયેલી જી20 સંમેલનમાં બંને નેતાઓએ સંક્ષિપ્ત વાતચીત કરી હતી ત્યારબાદ તેમની આ પહેલી દ્વિપક્ષીય વાતચીત છે.