જાણો વોલામાર્ટે ફ્લિપકાર્ટને આટલી મોટી કિમંતમાં કેમ ખરીદી, કંઝયુમરને શુ થશે ફાયદો ?

ગુરુવાર, 10 મે 2018 (11:41 IST)
દુનિયાની સૌથે મોટી રિટેલ કંપની વોલમાર્ટ અને ભારતનીએ સૌથી મોટી ઈકોમર્સ કંપની ફ્લિપકર્ટને ખરીદી લીધી છે. અમેરિકી કંપની વૉલમર્ટે 16 અરબ ડોલર એટલે કે લગભગ 1.07 લાખ કરોડ રૂપિયામાં ફ્લિપકાર્ડની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.   
 
હવે આપ વિચારશો કે વોલમાર્ટે આટલી મોટી કિમંત કેમ આપી.. તો જાણી લો કે ભારતનુ ઈકોમર્સ માર્કેટ 2.2 લાખ કરોડનુ છે અને આ રિટેલની તુલનામા ઈકોમર્સ 4 ગણુ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં 45 કરોડ ઈંટરનેટ યુઝર્સ છે જેમાથી ફક્ત 14 ટકા જ ઓનલાઈન શોપિંગ કરે છે. આ સંખ્યા દર વર્ષે 60 લાખ વધી રહી છે. આ બજાર પર કબ્જો જમાવવાની હોડમાં વોલમાર્ટ અને અમેજન બંને છે. તેથી ભારતીય બજાર પર કબજો જમાવવા આ ડીલ થઈ છે. આ ડીલથી કંજ્યુમરને ફાયદો થશે.  ગ્રાહકોને ઓછી કિમંતમાં વધુ પ્રોડક્ટ કેટેગરી મળશે. સ્પલાય ચેન અને સીધી નોકરીની શકયતા અને રોજગાર મળશે.  લોકલ સોર્સિગથી ખેડૂતોને પણ ફાયદો થશે.  પ્રતિસ્પર્ધા વધવાથી કૃષિ અને ઈંફાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ વધશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર