Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (08:06 IST)
Cyclone Dana-  વાવાઝોડું દાના ગુરુવારે રાત્રે દાનાએ ઓડિશા ઉપર લૅન્ડફૉલ કર્યું હતું. જેની અસર ભદ્રક, કેન્દ્રપાડા અને બાલાસિનોર જિલ્લામાં જોવા મળી હતી. રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

વાવાઝોડું દાનાના ત્રાટકવાની સંભાવનાને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે તૈયારીઓ શરૂ.
વાવાઝોડું દાના આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે.
 
પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોનું કહેવું છે કે વાવાઝોડું દાનાને જોતાં તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
 
દાના વાવાઝોડાને જેતાં રેલવેએ વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસ સહિત 200થી વધુ ટ્રેનોનું સંચાલન મુલતવી રાખ્યું છે.
 
પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે સાવચેતીનાં પગલે દરિયાકાંઠામાં વિસ્તારોથી લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.
 
બંને રાજ્યોમાં દરિયાકાંઠાના જિલ્લાની તમામ શાળાઓને 25 ઑક્ટોબર સુધી બંધ કરવામાં આવી છે અને ડૉક્ટરો સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર