વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (10:19 IST)
Cyclone Dana Odisha Landfall: દેશના બે મોટા રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર બનેલા વાવાઝોડા 'દાના'એ તબાહીનો સંકેત આપ્યો છે. હવામાન વિભાગ (IMD)એ આ બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડા આજે 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી ઓડિશાના પુરી નજીકના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે, જેના કારણે મોટાપાયે નુકસાન થશે.
 
વાવાઝોડાની અસર માત્ર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પુરતી સીમિત નહીં રહે પરંતુ તેની અસર 6 રાજ્યોને થશે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ ચાલુ છે. આજે અને આવતીકાલે આ તોફાન આ રાજ્યોમાં ભારે તબાહી મચાવી શકે છે.
 
જે સમયે આ વાવાઝોડું સપાટી પર આવશે. તેની સ્પીડ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. વાવાઝોડાને કારણે ઓડિશા અને બંગાળમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદની અપેક્ષા છે. આ પહેલા યુપી-બિહારમાં હવામાને યુ-ટર્ન લેવાનું શરૂ કર્યું છે. પટના હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હવામાન વિભાગે 24 ઓક્ટોબરથી બિહારના અનેક જિલ્લાઓમાં તોફાન અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર