આ ઘટના ચિંચવડ ટાઉનશિપના ભોસરી વિસ્તારમાં બની હતી, જ્યારે કેટલાક મજૂરો પાણીની ટાંકી નીચે સ્નાન કરી રહ્યા હતા. પિંપરી ચિંચવડના એડિશનલ પોલીસ કમિશનર વસંત પરદેશીએ કહ્યું કે એવું લાગે છે કે પાણીના દબાણને કારણે પાણીની ટાંકીની દીવાલ ફાટી હતી, જેના કારણે ટાંકી તૂટી પડી હતી. તેમણે કહ્યું કે પાણીની ટાંકી
નીચે હાજર કામદારો કાટમાળમાં ફસાયા હતા. તેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. બે મજૂરો પછી