ટોક્યો ઓલંપિક : ગોલ્ફર અદિતિ અશોક મેડલ ચુકી ગઈ, અંતિમ ક્ષણોમાં મુકાબલો ગુમાવીને ચોથા ક્રમ પર રહી

શનિવાર, 7 ઑગસ્ટ 2021 (12:03 IST)
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાય રહેલ ઓલંપિક રમતના 15માં દિવસે શનિવારે  અદિતિ માત્ર થોડા સેન્ટીમીટરથી જ બર્ડિ ચૂકી ગઈ હતી અને હવે તે ચોથા સ્થાન પર રહી છે. જ્યારે લિડિયોએ લીડ મેળવતા ત્રીજું સ્થાન જાળવી રાખ્યું. જાપાનની ઈનામી મોને પ્રથમ અને અમેરિકાની નેલી કોર્દા બીજા ક્રમે રહી હતી.. ચોપડા પુરૂષોના ભાલા ફેંક ફાઈનલમાં પોતાનો પડકાર રજુ કરશે જ્યારે કે અદિતિ અશોક ત્રીજા રાઉંડ પછી બીજા સ્થાન પર કાયમ છે. અદિતિના ચોથા અને અંતિમ રાઉંડનો મુકાબલો ચાલી રહ્યો છે.  કુશ્તીમાં બજરંગ પુનિયા પુરૂષોના 65 કિગ્રા વર્ગના ફ્રીસ્ટાઈલ સ્પર્ઘામાં આજે પોતાનો બ્રોન્જ મેડલ મુકાબલો રમશે. બ્રોન્ઝ મેડલ મેચમાં, બજરંગ રૂસ ઓલંપિક સઇતિના ગાદજિમુરદ રેશિદોવ વિરુદ્ધ મેટ પર ઉતરશે.  વર્લ્ડ નંબર 2 અને ટોક્યો ઓલિમ્પિકમાં બીજી સીડ બજરંગને સેમિફાઇનલમાં વર્તમાન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ  વિજેતા અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી અલીયેવ સામે 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. 
ભારતીય ગોલ્ફર અદિતિ અશોક શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઇ. તે 1 સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઇ હતી. તેની પાસે એક મોટી તક હતી. કુલ 4 દિવસમાં થનાર 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ સુધી તે બીજા સ્થાને રહી હતી. શનિવારે, ચોથા દિવસે એટલે કે અંતિમ રાઉન્ડ અદિતિ માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો.
 
 
- અદિતિ અશોકે તેના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. વિશ્વમાં 179 મા ક્રમાંકે રહેલી અદિતિ ચોથા રાઉન્ડમાં બીજા નંબરે ચાલી રહી છે.

-  ચોથા રાઉન્ડમાં, અદિતિ અશોક હવે ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન, ન્યુઝીલેન્ડની લિડિયા અને જાપાનની મોને ઈનામી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. અમેરિકાની નેલી કોર્ડા એક નંબર પર છે.

-  ગોલ્ફ: ચોથા રાઉન્ડમાં 18 હોલ છે. 12 હોલ પૂરા થયા છે. અદિતિ અશોક ત્રીજા નંબરે ચાલી રહી છે. અમેરિકાની નેલી કોર્ડા પ્રથમ નંબરે અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન બીજા નંબરે ચાલી રહી છે
 
- ગોલ્ફ: અદિતિ અશોક ત્રીજા નંબરે પહોંચી ગઈ  છે. ભારતીય ગોલ્ફર અમેરિકાની નેલી કોરડા અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસનથી પાછળ છે. ન્યુઝીલેન્ડની લિડિયા પણ અદિતિને બરાબરીની ટક્કર આપી રહી છે.
 
- ગોલ્ફ: અદિતિ અશોક બીજા નંબરે આવી છે. ભારતીય ગોલ્ફરો ન્યૂઝીલેન્ડની લિડિયા અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન સંયુક્ત રીતે બીજા ક્રમે છે.
 
ગોલ્ફ: છેલ્લા રાઉન્ડની મેચ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. અદિતિ અશોક અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન સંયુક્ત ત્રીજા સ્થાને છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર