ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) માં કાસ્ય પદક ચૂકી જનારી ભારતીય મહિલા હોકી ટીમ સાથે પીએમ મોદીએ શુક્રવારે વાત કરી. આ દરમિયાન અનેક ખેલાડી રડવા લાગી. જો કે પીએમ એ બધાને હિમંત આપી. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમ અનપેક્ષિત રમતના આધારે સેમીફાઈનલમાં પહોંચી હતી, ભારતીય મહિલા હોકી ટીમ કાંસ્ય પદક પ્લે ઓફ મુકાબલામાં શુક્રવારે બ્રિટનથી હારી ગઈ. પ્રધાનમંત્રી એ વાતચીત દરમિયાન કહ્યુ - તમે બધા ખૂબ સારુ રમ્યા છે. આટલો પરસેવો વહાવ્યો, 5-6 વર્ષથી ખૂબ મહેનત કરી. તમારો પરસેવો પદક ન લાવી શક્યો, પણ તમારો પરસેવો દેશની કરોડો પુત્રીઓની પ્રેરણા બની ગયો છે. હુ ટીમના બધા ખેલાડીઓ અને કોચને શુભેચ્છા આપુ છુ અને નિરાશ બિલકુલ થવાનુ નથી.
પીએમે જ્યારે ખેલાડીઓના રડવાનો અવાજ સાંભળ્યો કહ્યુ, 'તમે લોકો રડવાનુ બંધ કરો, મારા સુધી અવાજ આવી રહ્યો છે. બિલકુલ નિરાશ નથી થવાનુ. તમારા લોકોની મહેનતથી હોકી ફરીથી પુનર્જીવીત થઈ રહી છે. આ રીતે નિરાશ ન થવઉ જોઈએ. વાતચીત દરમિયાન કોચ શોર્ડ મારિને પણ પીએમનો આભાર માન્યો છે અને કહ્યુ કે તેમની આ વાતચીતથી ટીમને ખૂબ બહુ બળ મળ્યુ છે.