સુરતની હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની ફરિયાદ

બુધવાર, 30 માર્ચ 2022 (10:55 IST)
સુરત શહેરમાં  માતા-પિતાની મિલીભગતથી 30 હજાર રૂપિયા આપી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતાની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું. લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરવામાં આવતું હતું. આ મામલે ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. 
 
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જલારામ ક્લિનિક, લવલી ક્લિનિકમાં ગર્ભપરિક્ષણ થતું હોવાની ફિરયાદો ઉઠી હતી. તેમજ સુરતની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની ફરિયાદ SMC ને મળતાની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને  જલારામ પોલી ક્લિનિક, ઈસુ સાર્વજનીક નર્સિંગ હોમ અને લવલી ક્લિનિક એન્ડ પ્રસૂતિગૃહના તબીબી સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. જેને લઈને પાલિકા દ્વારા મોડે મોડે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર