સુરતમાં આજથી રેલવે ‘ડોર ટુ ડોર’ પાર્સલ સેવા શરૂ કરશે, 35થી 100 કિલો સુધીનો માલસામાન ઘરેથી લઈ જશે

બુધવાર, 30 માર્ચ 2022 (09:46 IST)
દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરુવારથી સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે. તેનું બુકિંગ આજથી શરૂ થશે. ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલ્વે સ્ટેશનથી શરૂ થશે.

આ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. અહીં બે કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. અહીંથી પ્રથમ વખત રેલ પોસ્ટલ સેવા શરૂ થશે. તેનું ઉદ્ઘાટન રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષ કરશે.સુરતથી વારાણસી વચ્ચે પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવશે. અને આ પહેલો રૂટ હશે. તાપ્તિગંગા ટ્રેનમાં રેલ્વે દ્વારા એક અલગ કોચ ઉમેરવામાં આવશે જે સુરતથી વારાણસી વચ્ચે રહેશે અને તેમાં પોસ્ટલ સર્વિસનું બુકિંગ કરવામાં આવશે.

મંગળવારે ડિવિઝનલ રેલ્વે મેનેજર જીવીએલ સત્યકુમાર સુરત સ્ટેશને પહોંચ્યા હતા અને પોસ્ટ ઓફિસનો સર્વે કર્યો હતો અને બુધવારે અહીં યોજાનારી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.ગુરુવારે તાપ્તી ગંગા ટ્રેન દ્વારા પોસ્ટલ સેવાને વારાણસી માટે ફ્લેગ ઓફ કરવામાં આવશે.પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું કે, હાલ પ્રાયોગિક ધોરણે શરૂ થયું છે. સૌ પ્રથમ આ સેવા સુરતથી શરૂ થવા જઈ રહી છે.જ્યાં રેલ્વે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે. રેલ્વે અધિકારીઓએ વધુમાં કહ્યું કે, શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવશે અને રેલ્વે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે. બુકિંગ રેટ આજે નક્કી કરવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર