બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

રવિવાર, 7 જુલાઈ 2024 (16:50 IST)
Bread Spring roll- રજાવાળા દિવદ દરેક કોઈ કઈક જુદો ખાવાનુ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ખાસ કરીને બ્રેડ રોલ્સ, સેન્ડવીચ વગેરે ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ સ્પ્રિંગ રોલ્સની રેસિપી લઈને આવ્યા છીએ. તમારી પસંદીદા શાકભાજી ઉમેરી શકો છો. ઉપરાંત, તમારે તેને બનાવવામાં વધુ પ્રયત્નો કરવાની રહેશે નહીં. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી ....
 
સામગ્રી 
બ્રેડ- પીસ- 6 
કોબીજ- 1 કપ (સમારેલી) 
ગાજર- 1 કપ (સમારેલી) 
શિમલા મરચાં 1 કપ ( સમારેલી) 
લસણનો પેસ્ટ - 1/2 ચમચી 
ડુંગળી - 1 કપ 
પનીર 2 મોટી ચમચી ( છીણેલું) 
મીઠું સ્વાદપ્રમાને 
તેલ જરૂર પ્રમાણે 
સોયા-સૉસ- 1 નાની ચમચી 
 
બનાવવાની રી
- પેનમાં તેલ ગર્મ કરીને લસણનો પેસ્ટ નાખો. 
- હવે તેમાં શાકભાજી અને પનીર નાખી રાંધો. 
- હવે તેમાં મીઠું, લસણ અને સૉસ નાખી 2-3 મિનિટ સુધી રાંધો. 
- તૈયાર મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. 
- હવે બ્રેડ સ્લાઈસને સાઈડથી કાપી થોડો વળી લો. 
- બ્રેડને થોડો ભીનુ કરે તેમાં જરૂર મુજબ શાકભાજીનો મિશ્રણ ભરીને બંદ કરી નાખો. 
- તમે તેને કોઈ પણ આકારમાં બનાવી શકો છો. 
- હવે તેને તેલમાં  સોનેરી બ્રાઉન થતા સુધી તળી લો. 
- તૈયાર બ્રેડ સ્પ્રિંગ રોલને સર્વિગ પ્લેટમાં કાઢી ટોમેટો સૉસ કે લીલી ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર