અફઘાનિસ્તાનમાંથી ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. અલ-ઇત્તેહા રૂઝની રિપોર્ટ મુજબ, લગભગ 150 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આમાંથી મોટાભાગના લોકો ભારતીય હોવાનું કહેવાય છે. કાબુલ એરપોર્ટ નજીક આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. અલ-ઇત્તેહાએ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હાઇજેકર્સ તાલિબાન સાથે જોડાયેલા હતા અને તેઓ આઠ મિનિવાનમાં લોકોને તાર્ખીલમાં લઇ ગયા હતા. બાદમાં અલ-ઇત્તેહાએ અહેવાલ આપ્યો કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જેમને તાલિબાન દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. તેમના પાસપોર્ટ તપાસ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અપહરણકર્તાઓએ આ લોકોને બીજા ગેટથી એરપોર્ટ પર લઈ જવાની વાત કરી હતી, પરંતુ તેઓ લોકોને ક્યાં લઈ ગયા છે, તે બાબત હજુ સ્પષ્ટ નથી. તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે 150 થી વધુ લોકોના અપહરણના આરોપોને નકાર્યા છે. અત્યાર સુધી, ભારત સરકારે અલ-ઇત્તેહાના આ અહેવાલ પર કોઈ સત્તાવાર નિવેદન રજુ કર્યું નથી.