આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે જો બેંકમાં ખાતુ ખોલાવતી વખતે કે પછી સિમ કાર્ડ ખરીદતી વખતે કોકી આધાર કાર્ડની માંગ કરે અને ગ્રાહક કાર્ડ ન આપવા માંગતો હોય તો તે તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. આધાર કાર્ડ માટે દબાણ કરનારાઓને એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. આવુ કરનારી કંપનીના કર્મચારીઓને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.
સરકારે પ્રિવેન્શ ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરી આ નિયમને સામેલ કર્યો છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી દીધી હતી. સરકારી સૂત્રોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખતા આ નિર્ણ. લેવાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુનિક આઇડીને માત્ર વેલફેર સ્કીમો માટે જ ઉપયોગ કરી શકાય છે.