આ ફોર્મ -ની ત્રણ કૉલમ 1 ડિટેલ(વિગત) 2. કેન્દ્ર અને 3. તારીખ / સમયને ભરીને પૂરો કરવું છે. સૌ પ્રથમ તમે નામ, ઇમેઇલ, મોબાઇલ નંબર અને વ્યક્તિઓની સંખ્યા ભરો. આ પછી, કેન્દ્રના કૉલમમાં , રાજ્ય, જીલ્લો, નોંધણી કેન્દ્ર અને સ્થાનિકત્વ/વિસ્તાર ભરો. તારીખ અને સમયના ત્રીજા કૉલમમાં તારીખ, સમય ભરો અને નીચેની ચકાસણી કોડ ખાલી જગ્યામાં દાખલ કરવો પડશે. આ બધું કર્યા પછી તમારે ફોર્મની નીચે જમણી બાજુએ 'ફિક્સ એપોઇન્ટમેન્ટ' બટનને ક્લિક કરવું પડશે. આ માહિતી યુઆઇડીએઆઇની વેબસાઇટ પર સાચવવામાં આવશે.તમે તેનો પ્રિંટ પણ લઈ શકો છો.