ફ્રાન્સમાં આ સમયે સૌથી મોટી ઘટના બની છે. જ્યારે કોઈ શિક્ષકે વિદ્યાર્થીને પયંગબર મોહમ્મદનુ કાર્ટુન બતાવ્યુ તો તેનુ ગળુ કાપી નાખવામાં આવ્યુ. આ પછી ફ્રાન્સના ચર્ચની બહાર આતંકવાદી હુમલો થયો હતો. ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદની આગ સળગાવવામાં આવી હતી, અને તેની ચિંગારીથી ભારતને સળગાવવાનુ નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મુંબઇ અને ભોપાલ સહિત અનેક જગ્યાએ ધાર્મિક કટ્ટરપંથીઓએ ઉગ્ર દેખાવો અને હિંસક સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેટલાક લોકો ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન આપે છે: પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો આતંકના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે. આતંકવાદ સાથે મળીને લડવું પડશે અને તેનો અંત લાવવા પર ભાર મૂકવો પડશે કારણ કે આતંકવાદ સમગ્ર માનવ જાતિનો દુશ્મન છે.