-આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. -આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું -કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે. -35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. -દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે