આજે 31 ઓક્ટોબરના રોજ સ્વંતંત્ર ભારતના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જયંતે ઉજવાય રહી છે. ઈતિહાસના પાન પર આને પણ દેશની આઝાદી સમયે યોગદાનનુ વર્ણન વાંચવા મળે છે જેમા લખેલુ છેકે ભારત દેશ નાના-નાના 562 દેશી રાજ્યોમાં વહેંચાયેલુ હતુ. જેમનો વિલય કરીને તેમણે ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યુ. આ કામ ખૂબ જ મુશ્કેલ અને અનેક પડકારોથી ભરેલુ હતુ. ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આવો જાણી સરદાર વલ્લભભાઈ પટેલના અણમોલ વિચાર
- આ માટીમાં કંઈક અનોખો છે જે અનેક અવરોધો છતા હંમેશા મહાન આત્માઓનો વાસ રહ્યો છે
- મનુષ્યએ ઠંડુ રહેવુ જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. લોખંડ ભલે ગરમ થએ જાય પણ હથોડાએ તો ઠંડુ જ રહેવુ જોઈએ. નહી તો એ ખુદ પોતાનો હત્થો બાળી નાખશે. કોઈપણ રાજ્ય પ્રજા પર ગમે તેટલુ ગરમ કેમ ન હોય અંતમાં તેને ઠંડુ થવુ જ પડશે.
- તમને તમારુ અપમાન સહન કરવાની કલા આવડવી જોઈએ.
- મારે એક જ ઈચ્છા ક હ્હે કે ભારત એક સારો ઉત્પાદક હોય અને આ દેશમાં કોઈ અન્ન માટે આંસુ વહેડાવતો ભૂખ્યો ન રહે.