સ્કૂલોમાં માસ પ્રમોશન બાદ ખાનગી શાળા સંચાલકોને ડર, વાલીઓ ફી નહી ભરે!

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:22 IST)
કોરોનાના વધતા જતાં કેસ જોતાં ગુજરાત સરકારે 10 થી 25 મે વચ્ચે યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12માની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
આ વાતની જાણકારી આપતાં ગુજરાતના સીએમઓ દ્વારા ટ્વીટ કરતાં લખ્યું છે કે ''કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતાં ગુજરાત સરકારે 10 થી 25 મે વચ્ચે યોજાનારી ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ધોરણ 1 થી 9 અને 11 મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. 15 મેના રોજ કોરોના વાયરસ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 
 
હવે આ જાહેરાતથી ખાનગી શાળાના સંચાલકોમાં એક અલગ જ ડર જોવા મળી રહ્યો છે. સંચાલકોનું કહેવું છે કે પહેલાં જ ગત વર્ષે ઓનલાઇન ક્લાસના કારણે 20 થી 30 ટકા વાલીઓએ ફી જમા કરાવી નથી, તો બીજી તરફ અન્ય વાલીઓમાં પણ લગભગ અડધી જ ફી જમા કરી છે. આ ઉપરાં 7 થી 10 ટકા વિદ્યાર્થીઓ પણ શાળા છોડીને જતા રહ્યા છે. એવામાં શાળા ચલાવવી મુશ્કેલ છે. 
 
આ ઉપરાંત શાળામાં ફીને લઇને વહીવટીતંત્રના ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત અંતગર્ત સ્કૂલોમાં ફીને લઇને કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે અને તેના અંતગર્ત સ્કૂલો વધારાની સેવાઓ જેમ કે વાહન સુવિધા, ભોજન અથવા રમત ગમત માટે લેવામાં આવતી ફી માંગી રહી નથી. એવામાં સ્કૂલો પોતાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ખાનગી શાળાઓએ સરકારના માસ પ્રમોશનના બદલશે ઓનલાઇન એક્ઝામ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત એક વિચાર એ પણ રજૂ કરવામાં આવ્યો છે કે માસ પ્રમોશન માટે સ્કૂલો પાસે ફી જમા કરાવ્યાનું પ્રમાણપત્ર લેવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સાથે જ આત્મનિર્ભર લોનના હપ્તા પાંચ વર્ષ માતે અને વ્યાજના ગ્રાંટને લઇને દર ત્રણ મહિને ચૂકવવાના નિર્ણયની માંગ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર