IPL 2021 Orange and Purple Cap Updates: ઓરેંજ કૈપની દોડમાં શિખર ધવન ટોપ-5 માં સામેલ, આવેશ ખાન અને ક્રિસ વોક્સ બન્યા પર્પલ કૈપના દાવેદાર

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (08:13 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021માં હજુ સુધી કુલ સાત મેચ રમાય ચુકી છે.. 15 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કૈપિટલ્સની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં દિલ્હી કૈપિટલ્સના કપ્તાન ઋષભ પંત અને રાજસ્થાન રોયલ્સના ડેવિડ મિલરે પચાસ રન બનાવ્યા. જો કે આ બંને ઓરેંજ કૈપની દોડમાં ટોપ-5માં હાલ સામેલ નથી. નીતિશ રાણા ઓરેન્જ કેપ દોડમાં સૌથી આગળ છે, જ્યારે શિખર ધવને કેએલ રાહુલને પાછળ છોડીને ટોપ-5માં ફરીથી એંટ્રી મારી છે. આઈપીએલમાં સૌથી વદહુ રન બનાવનાર ખેલાડીને ઓરેંજ કૈપથી અને સૌથી વધુ વિકેટ લેનારને પર્પલ કૈપથી સન્માનિત કરવામાં આવે છે. 

આઈપીએલ 2021 ઓરેંજ કૈપની દોડમાં સામેલ છે આ ખેલાડી

રૈંક ખેલાડીનુ નામ ટીમ રન
1 નીતીશ રાણા કોલકત્તા નાઈટ રાઈડર્સ 137
2 સંજૂ સૈમસન રાજસ્થાન રોયલ્સ 123
3 મનીષ પાંડે સનરાઈઝરર્સ હૈદરાબાદ 99
4 ગ્લેન મૈક્સવેલ રોયલ ચેલેજર્સ બૈગ્લોર 98
5 શિખર ધવન દિલ્લી કૈપિટલ્સ 94


બોલરોની વાત કરીએ તો, મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ પ્રથમ મેચમાં પાંચ વિકેટ લેનારા હર્ષલ પટેલે બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બે વિકેત લીધી, અને તે કુલ સાત વિકેત સાથે પર્પલ કૈપની દોડમાં સૌથી આગળ છે. દિલ્હી કૈપિટલ્સ તરફથી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ્હ ત્રણ વિકેટ લેનારા આવેશ ખાનની પર્પલ કૈપની દોડમાં ટોપ-5 ખેલાડીઓમાં એંટ્રી થઈ છે. ટોપ-5 માં દિલ્હી કૈપિટલ્સના જ ક્રિસ વોક્સ પણ સામેલ થયા છે. 
 
આઈપીએલ 2021 પર્પલ કૈપની દોડ સામેલ છે આ ખેલાડી 

રૈંક ખેલાડીનુ નામ ટીમ વિકેટ
1 હર્ષલ પટેલ રોયલ ચેંલેજર્સ બેંગલોર 7
2 આંદ્રે રસેલ કલકત્તા નાઈટ રાઈડર્સ 6
3 આવેશ ખાન દિલ્હી કૈપિટલ્સ 5
4 રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદ 4
5 ક્રિસ વોક્સ દિલ્હી કૈપિટલ્સ 4

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર