એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી રહી શકે છે. કેટલાક અભ્યાસોએ એવો દાવો કર્યો છે કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2, પેરેંટ વેરિઅન્ટ કરતાં અનેકગણું વધુ સક્રમિત હોઈ શકે છે અને તે લોકોને સક્રમણને કારણે ગંભીર બીમારીના જોખમમાં પણ મૂકે છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, રોગચાળાના નિષ્ણાતોએ તેને 'વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન'માં અપગ્રેડ કરવાની અપીલ કરી છે