ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા હાશકારો, રિકવરી રેટમાં વધારો

શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (10:02 IST)
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં આજે થોડી  રાહત મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12911 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 22 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 23197 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 9,92,431 લોકો સાજા થયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4405, વડોદરા કોર્પોરેશન 1871, રાજકોટ 1008, સુરત કોર્પોરેશન 708, ગાંધીનગર કોર્પોરેશન 364, ભાવનગર કોર્પોરેશન 233, જામનગર કોર્પોરેશન 172, જુનાગઢ કોર્પોરેશન 15, કેસ સામે આવ્યા છે. 
 
જ્યારે વડોદરા 524, સુરત 386, મહેસાણા 302, પાટણ 270, રાજકોટ 259, બનાસકાંઠા 243, કચ્છ 243, આણંદ 196, ભરૂચ 180, વલસાડ 171, મોરબી 166, ગાંધીનગર 158, ખેડા 144, નવસારી 142, સાબરકાંઠા 105, અમદાવાદ 96, સુરેન્દ્રનગર 70, અમરેલી 69, પંચમહાલ 50, જામનગર 43, દાહોદ 37, ગીરસોમનાથ 36, દેવભૂમિ દ્રારકા 33, પોરબંદર 32, ભાવનગર 30, મહીસાગર 29, તાપી 28, અરવલ્લી 19, છોટા ઉદેપુર 15, નર્મદા 12, બોટાદ 6 અને ડાંગ 5 એમ કુલ 12,911 નોંધાયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 7 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1 જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયા છે. જ્યારે મહેસાણામાં 2, નવસારીમાં 1 એમ કુલ 22 લોકોના મોત થયા છે. 
 
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 117884 છે. જેમાં 304 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10345 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 992431 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 88.56 ટકા છે. 
 
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ 556 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5189ને પ્રથમ 25421 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23804 ને પ્રથમ 67484 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 2587 રસીના ડોઝ જ્યારે 65372 ને પ્રીકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 2,13,822 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,71,90,61 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર