મંકીપોક્સ વાયરસ - આ વાયરસનુ નામ છે મંકીપોક્સ Monkey pox આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલાય છે. બ્રિટેનના સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં નાઈઝીરિયાથી આવ્યો છે. તેથી શક્યતા છે કે મંકીપોક્સનો સંક્રમણ તે દેશમાં થયુ છે. જણાવીએ કે સ્વાસ્થય સંગઠન મુજબ મંકીપોક્સ પ્રથમ કેસ માણસોમાં વર્ષ 1970માં સામે આવ્યો હતો .
Monkey pox મંકીપોક્સના લક્ષણો-
મનુષ્યોમાં, મંકીપોક્સના લક્ષણો શીતળા જેવા જ હોય છે પરંતુ હળવા હોય છે. મંકીપોક્સ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક સાથે શરૂ થાય છે. મંકીપોક્સના પ્રારંભિક લક્ષણોમાં ફલૂ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે જેમ કે:
કેટલાક લોકો થોડા અઠવાડિયામાં તેમાંથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ ઘણા લોકો માટે આ વાયરસ તેમને ગંભીર સ્થિતિમાં લાવે છે. યુકેમાં જે લોકોમાં આ વાયરસ હોવાનું જાણવા મળ્યું છે તેમાંથી કોઈનું પશ્ચિમ આફ્રિકા સાથે કોઈ જોડાણ નથી. આવી સ્થિતિમાં આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેની તપાસ કરવામાં આવી રહી છે.