ભારતીય શટલર પ્રમોદ ભગતે(Pramod Bhagat) ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics)માં અદભૂત પ્રદર્શન કરીને બેડમિન્ટન સિંગલ્સ એસએલ-3 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતને આ રમતોમાં ચોથો ગોલ્ડ મેડલ મળ્યો. ઓડિશાના રહેનારા 33 વર્ષીય ભગતે પેરાલિમ્પિક ગેમ્સના બેડમિન્ટન સિંગલ્સમાં ભારતને અત્યાર સુધીનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો અને ઇતિહાસ રચ્યો. તે ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે
Paralympics Gold medalist
4 time Para World Champion
Asian Para Games Champion
World No. 1
Proud of you Pramod Bhagat pic.twitter.com/7etmyyjAqt
SL-3 કેટેગરીમાં બેડમિન્ટન ખેલાડી સ્ટેન્ડિંગ પોઝિશનમાં રમે છે. જોકે તેમના એક અથવા બંને પગમાં સામાન્ય વ્યક્તિ કરતા ઓછી શક્તિ અને ઊભા રહેવાની ક્ષમતા હોય છે.
કૃષ્ણાએ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર-5ને હરાવ્યો
કૃષ્ણાએ સેમીફાઇનલમાં ગ્રેટ બ્રિટનના વર્લ્ડ નંબર-5 ક્રિસ્ટન કૂંબ્સને 21-10, 21-11થી હરાવ્યો. આની સાથે જ તે બેડમિન્ટનમાં ઓછામાં ઓછા સિલ્વર મેડલ સુધી દાવેદારી પેશ તો કરશે જ.
પહેલીવાર પેરાલિમ્પિકમાં સામેલ બેડમિન્ટનમાં ભારતનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. પ્રમોદ સિવાય એસ.એલ.-4માં નોઇડાના ડીએમ સુહાસ યથિરાજ અને એસ.એચ.-6 કેટેગરીમાં પણ કૃષ્ણા નાગર ફાઇનલમાં પહોંચી મેડલ પાક્કો કરી લીધો છે.