Tokyo Paralympics 2020: મનીષ નરવાલ અને સિંહરાજ અડાનાનો ધમાકો, ભારતને એક સાથે અપાવ્યો ગોલ્ડ અને સિલ્વર મેડલ

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (10:33 IST)
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાય રહેલી પેરાલિમ્પિક રમતમાં શનિવારનો દિવસ ભારત માટે ઢગલો ખુશીઓ લઈને આવ્યો. અહીં પેરા ખેલાડી મનીષ નરવાલે શૂટિંગની P4 મિક્સ્ડ 50 મીટર પિસ્ટલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલને નિશાન સાધ્યુ, બીજી બાજુ આ ઈવેંટમાં ભારતના જ સિંહરાજ અડાનાએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો. આ ગોલ્ડ સાથે જ મનીષે ટોક્યો પૈરાલંપિક રમતમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ઓગણીસ વર્ષના નરવાલે પૈરાલ્મ્પિક રમતમાં રેકોર્ડ બનાવતા 218.2 નો સ્કોર કર્યો. બીજી બાજુ મંગળવારે બ્રોન્ઝ મેડલ જીતનારા અડાનાએ 216.7 પોઈંટ મેળવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. 

 
રશિયન ઓલિમ્પિક સમિતિના સર્જેઈ માલિશેવે 196.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. અગાઉ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અડાના 536 પોઇન્ટ લઈને ચોથા અને નરવાલ 533 પોઇન્ટ સાથે સાતમા ક્રમે હતા. ભારતના આકાશ 27 માં સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન બનાવી શક્યા નહી.  આ ઈવેંટમાં નિશાનેબાજ એક જ હાથથી પિસ્ટલ પકડે છે, કારણ્ણ કે તેનો એક હાથ કે પગમાં વિકાર હોય છે, જે કરોડરજ્જુમાં વાગવા કે અંગ કપાય જવાથી થાય છે. કેટલાક નિશાનેબાજ ઉભા રહીને તો કેટલાક બેસીને નિશાન લગાવે છે. 
 
મનીષ પહેલા, 19 વર્ષીય અવની લેખારાએ શૂટિંગમાં જ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. અવનિએ આ ઉપરાંત 50 મીટર રાઇફલ 3 પોઝિશન SH1 ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ અવની બે પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. આ ઉપરાંત ભાલા ફેંકનાર સુમિત એન્ટિલે આ રમતોમાં શાનદાર પદાર્પણ કર્યું અને પુરૂષોની F64 ઇવેન્ટમાં અનેક વખત વર્લ્ડ રેકોર્ડ તોડતા  ગોલ્ડ મેડલ મેળવ્યો. તેમણે 62.88 મીટરના પોતાના અગાઉના વર્લ્ડ રેકોર્ડને દિવસમાં પાંચ વખત  સારો બનાવ્યો અને ગોલ્ડ પર નિશાન તાક્યુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર