ઓલંપિક ચેમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ દ્વારા રજુ જૈવલિન થ્રો રૈકિંગમાં પહેલુ સ્થાન પ્રાપ્થ કર્યુ છે. કરિયરમાં પહેલીવાર તેઓ વર્લ્ડના નંબર 1 ખેલાડી બન્યા છે. ચોપડા 1455 અંકો સાથે ટોચ પર છે. તેઓ ગ્રેનાડાના વર્લ્ડ ચૈમ્પિયન એંડરસ્ન પીટર્સ (1433) થી 22 અંક આગળ રહ્યા. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકના જેકોબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચોપરા (25) ગયા વર્ષે 30 ઓગસ્ટે વિશ્વમાં નંબર 2 પર પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી તે પીટર્સને પાછળ છોડી શક્યો ન હતો.