શુ સેક્સ કરવાથી સ્ત્રીઓમાં જાડાપણુ વધે છે ? જાણો હકીકત

રવિવાર, 25 ફેબ્રુઆરી 2018 (14:09 IST)
સેક્સ કરવાથી જાડાપણુ નથી વધતુ પણ જો તમે આળસુ છો ને વ્યાયામ કરવુ પસંદ નથી કરતા તો જાડાપણું જરૂર વધશે.  લોકોમાં આ ખૂબ જ જૂની માન્યતા છે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી મહિલાઓમાં બ્રેસ્ટ અને હિપ્સ પર ચરબી જમા થઈ જાય છે અને પુરૂષોમાં પેટ પર ચરબી વધી જાય છે. જો કે આ એક ખોટી વાત છે જેના પર લોકો આખો બંધ કરીને વિશ્વાસ કરી લે છે.  
 
આમા કોઈ ફિજિયોલૉજિકલ કારણ નથી કે સેક્સ પછી તમારા પેટ, હિપ્સ કે બ્રેસ્ટ પર જાડાપણુ વધવુ શરૂ થઈ જશે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે 2-3 એમએલ વીર્યમાં ફક્ત 15કેલોરી જ હોય છે. તેથી સ્ત્રીઓએ જાડાપણાની ચિંતા ન કરવી જોઈએ. તેનાથી ઉલટુ સેક્સ કરવાથી તો ઢગલો કૈલોરી બર્ન થાય છે. શુ તમે જાણો છો કે સેક્સ પછી લોકોને ભૂખ પણ લાગે છે ? ભૂખ લાગવાનુ કારણ છે કે પુષ્કળ કૈલોરીઝ શરીર દ્વારા બર્ન થવી. 
 
સેક્સ કરવાથી શરીરમાં શુ શુ પરિવર્તન આવે છે. 
 
1. અઠવાડિયામાં બે કે ત્રણ વાર સેક્સ કરવાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનુ સંકટ લગભગ 50 ટકા ઓછુ થાય છે. 
2. એનર્જી ભરેલ સેક્સ દ્વારા 150-200 કેલોરીઝ બર્ન થાય છે. જે ટ્રેડમિલ પર 15-20 મિનિટ સુધી દોડયા પછી બર્ન થાય છે.  
3. માણસની પલ્સ રેટ વધી જાય છે જે 70 બીટ્સ પર મિનિટથી 150 સુધી જતી રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર