સાસુએ 5 મહિનાનો ગર્ભ ધરાવતી પુત્રવધુને ઘરમાંથી કાઢી મુકતાં 15 દિવસ માંગીને ખાદ્યું ,અને પછી એક કોલ કરતાં...

ગુરુવાર, 26 મે 2022 (10:18 IST)
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પરિવાર દ્વારા ત્યજાયેલી ગર્ભવતી મહિલાને મદદ કરવાના હેતુથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન પર ફોનથી આ બાબતની જાણ કરતા અભયમ રેસક્યું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોચી પીડિતાને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.
 
વધુ વિગત અનુસાર એક અજાણ વ્યક્તિએ રસ્તા પર રઝળતી એક ગર્ભવતી મહિલાને સુરક્ષિત આશ્રય મળે એ હેતુથી ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોન કરી પરિસ્થિતિની જાણ કરી હતી. જાણ થતા જ અભયમ રેસ્કયું ટીમ સ્થળ પહ પહોચીને મહિલા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તેના લગ્નને એક થી દોઢ વર્ષ થયું છે. મહિલાને પાંચ મહિનાનો ગર્ભ છે. 
 
પીડિતાના જણાવ્યા અનુસાર તે આંગણવાડીમાં મમતા કાર્ડ બનાવવા માટે ગયા હતા જ્યાં તેમને ઉલ્ટી થતી હોવાથી તેઓ સારવાર માટે સિવિલ જતા રહ્યા હતા. પરંતુ ઘરમાં સાસુને આંગણવાડીમાં જવાનું કહીને ગયા અને હોસ્પિટલ ગયા તે અંગે જાણ કરી ન હોવાથી રાત્રે હોસ્પિટલથી ઘરે આવતા મોડું થઇ જતા તેમના પતિ અને સાસુએ ઝગડો કરી પીડિતાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. ત્યારબાદ પીડિતા તેમના દિયર દેરાણીના ઘરે રોકાવા ગયા હતા પણ ત્યાં પણ પતિ અને સાસુએ પીડિતાને રોકાવા ન દેતા પીડિતા છેલ્લા ૧૪-૧૫ દિવસથી રસ્તા પર ફરી માંગીને ખાતા હતા. 
 
આજે પોતે તેમના ફોઈના છોકરાના ઘરે ગયાને  ત્યાંથી પીડિતાના ફોઈના છોકરાએ તેમની મદદ માટે ફોન કર્યો. અભયમ ટીમ પીડિતા સાથે તેમના ઘરે ગઈ જ્યાં ઘરને તાળું હતું. પીડિતાના પતિને ફોન કરતા મુંબઈ હોવાનું જણાવ્યું હતું પીડિતાના દિયરે જણાવ્યું કે, પીડિતાના પતિ અહીથી ઘર ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા છે. અમે પીડિતાના પતિ સાથે ફોન ઉપર વાત કરી પીડિતાના પતિ પરત ઘરે આવે ત્યાં સુધી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આશ્રય અપાવ્યો હતો. આમ એક ગર્ભવતી મહિલાને વ્હારે અભયમ ટીમ આવીને આશરો અપાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર