મળતી માહિતી અનુસાર શહેરના મોરબી રોડ પર સ્થિત 25 વારિયા ક્વાર્ટમાં રહેતા ભાવેશ કાળુભાઇ ચણિયારાની હત્યાની સૂચના મળી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતક ભાવેશના ભાઇ રવિએ જણાવ્યું કે ગત કેટલાક સમયથી તેનો ભાઇ પારિવારિક બહેન ટપૂબેન અને તેના બનેવી મહેશ સાથે રહેતો હતો.