વેક્સિન લીધી હશે તો ભાવનગર યુનિવર્સિટી 5 માર્કનું ગ્રેસિંગ આપશે; ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ હશે તો પણ લાભ મળશે

ગુરુવાર, 15 જુલાઈ 2021 (09:26 IST)
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને કોરોનાની રસી લીધી હોય તેમણે કોરોનાની રસી લીધાનું પ્રમાણપત્ર સાથેની અરજી પરીક્ષા નિયામકને આપશે તો ગ્રેસમાં પાંચ માર્કનો લાભ આપવામાં આવશે તેવો નિર્ણય આજે મળેલી યુનિ.ની એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો હતો. વર્ષ 2013 પછીના કિસ્સામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા લેવા માટે કમિટિની રચના કરવામાં આવી હતી.

એપ્રેન્ટિસની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું સીલબંધ કવર પણ ખોલવામાં આવ્યું હતુ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. તેમજ અન્ય નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે એમઓયુ કરવા માટે ત્રણ સભ્યોની કમિટિની રચના કરવામાં આવી હતી. કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ કેરી ફોરવર્ડ કરવાના લીધેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. ટાટમ કોલેજમાં બીસીએ અભ્યાસક્રમ બંધ કરવાની રજૂઆત મંજૂર કરવામાં આવી હતી. યુનિ.માં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓ આદાન પ્રદાન કરી શકે તે હેતુથી અેલ્યુમ્ની એસોસિએશનને સક્રિય કરવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર