Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

સોમવાર, 21 એપ્રિલ 2025 (00:09 IST)
Cancer Symptoms in Body : કેન્સર એક ખતરનાક અને જીવલેણ રોગ છે. આ રોગ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરનો ભોગ બને છે, જેમાંથી મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના જણાવ્યા મુજબ, ભારતમાં 2022 માં તમામ પ્રકારના કેન્સરના કેસોની સંખ્યા 1.46 મિલિયન હતી, જે 2025 માં વધીને 1.57 મિલિયન થઈ શકે છે.
 
કેન્સર થવાના એક નહીં પણ અનેક કારણો છે. આ રોગ મોડો શોધી કાઢવામાં આવે છે, જેના કારણે જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. જો તેના લક્ષણો સમયસર ઓળખાઈ જાય તો તેની સારવાર પણ શક્ય છે. આવી સ્થિતિમાં, ચાલો શરીરમાં થતા તે સામાન્ય ફેરફારો વિશે જાણીએ જે કેન્સર તરફ ઈશારો કરી શકે છે. તમે ઘરે બેઠા આમાંથી થોડા તમે જાતે પણ ચેક કરી શકો છો.
 
1. અચાનક વજન ઘટવું 
જો તમે કોઈપણ આહાર કે કસરત વિના ઝડપથી વજન ઘટતું (Weight Loss) જોઈ રહ્યા છો. જેમ કે 4-5 કિલો કે તેથી વધુ વજન હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. ક્યારેક પેટ, ફેફસાં, પૈક્રીયાસ અથવા અન્નનળીના કેન્સરમાં આવા લક્ષણો જોવા મળે છે.
 
2. વારેઘડી લોહી આવવું 
નાક, પેશાબ, ખાંસી  અથવા મળમાંથી વારંવાર લોહી નીકળી રહ્યું હોય, તો તેને અવગણશો નહીં. આ આંતરડાના કેન્સર અથવા મૂત્રાશયના (Bladder Cancer) કેન્સર જેવા આંતરિક કેન્સરની નિશાની હોઈ શકે છે.
 
3.જૂની ખાંસી કે અવાજમાં ફેરફાર 
જો તમને ઘણા અઠવાડિયાથી ખાંસી ઠીક નથી થઈ રહી, અથવા તમારો અવાજ ભારે અને વિચિત્ર લાગી રહ્યો છે તો તે ફેફસાં અથવા ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
 
4. શરીરમાં ગાંઠ કે સોજો 
જો ગરદન, બ્રેસ્ટ, બગલમાં કે બીજે ક્યાંય પણ અસામાન્ય ગાંઠ કે સોજો દેખાય, જેને દબાવવાથી દુખાવો ન થતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આ કેન્સરનું શરૂઆતી લક્ષણ  હોઈ શકે છે.
 
5 ગળવામાં તકલીફ 
જો ખોરાક ગળવામાં સતત તકલીફ થતી હોય અથવા કંઈક અટકી ગયું હોય તેવું લાગે, તો આ ગળા અથવા અન્નનળીના કેન્સરનો સંકેત હોઈ શકે છે.
 
6. ઘા જે ભરાતો નથી 
 
જો શરીરમાં ક્યાંક કાપો પડ્યો હોય કે ઘા થયાને અઠવાડિયુ  થઈ ગયુ હોય, પણ તે રૂઝાઈ રહ્યો ન હોય, તો તે ત્વચા કે મોઢાના કેન્સરની નિશાની હોઈ શકે છે. ખાસ કરીને જે લોકો તમાકુ કે ગુટખાનું સેવન કરે છે તેમણે વધુ સાવધાની રાખવી જોઈએ.
 
7. સ્કીનમાં ફેરફાર 
જો ત્વચા પર નવો તલ, નિશાન દેખાઈ રહ્યો હોય અથવા જૂના તાલનો રંગ, આકાર કે બનાવટ બદલાઈ રહી હોય, તો આ ત્વચા કેન્સર (Skin Cancer)નું લક્ષણ હોઈ શકે છે.
 
8. થાક અને કમજોરી 
 
સતત થાક લાગવો, ઊંઘ પછી પણ થાક લાગવો, શરીરમાં સુસ્તી આવવી એ પણ કોઈ પ્રકારના કેન્સરના શરૂઆતના સંકેતોમાંનું એક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બેદરકાર રહેવાને બદલે, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
 
ઘરે કેવી રીતે કરશો ટેસ્ટ 
 
બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન  - સ્ત્રીઓએ દર મહિને તેમના બ્રેસ્ટ માં કોઈ ગાંઠ  કે ફેરફાર છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ.
 
મોં અને જીભની તપાસ: અરીસામાં જુઓ કે મોંની અંદર કોઈ સફેદ ડાઘ, ફોલ્લા કે ચાંદા છે કે નહીં.
 
સ્કીન ચેક - જો શરીર પર નવા તલ, ફોલ્લીઓ અથવા રંગ બદલાય છે, તો સાવચેત રહો.
 
પેશાબ કે મળમાં રંગ, ગંધ અથવા લોહીની હાજરી કેન્સરની નિશાની હોઈ શકે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર