સ્ટેશન પરિસર પર બનેલી નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ અહીં બનેલી દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટ તસવીર પણ બનાવી છે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
રેલવે સ્ટેશનની ઉપરની સાઇડ પર 300 રૂમની એક ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે, જે હોટલ લીલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી આ ફાઇવ સ્ટાર હોટલની ખાસ વાત એ છે કે આ ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે.
આ બિલ્ડિંગથી લોકો આખા ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોઇ શકશે. અહીંથી મહાત્મા મંદિર અને દાંડી કુટીર ચાલતા જઇ શકે છે. ભારતીય રેલવેને નવું રૂપ આપવાના પીએમ મોદીના વિઝનની શરૂઆત ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનથી થઇ છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે આ એક અનોખુ મોડલ છે, ડિઝાઇન એ પ્રકારે બનાવવામાં આવી છે કે નીચેના પાટા પર ટ્રેનો વડે કોઇ ધ્રૂજારી અથવા ઘોંઘાટ હોટલમાં સંભળાયો નથી. તેમણે કહ્યું કે 'ભારતમાં ગાંધીનગર પહેલું રેલવે સ્ટેશન હશે જ્યાં પાટાની ઉપર 5 સ્ટેશન હોટલની સુવિધા હશે. તમને જણાવી દઇએ કે ડિસેમ્બર 2020 માં બનાવીને તૈયાર થવાની છે. પરંતુ કોરોના વાયરસના કારણે રિનોવેશનમાં મોડું થઇ ગયું છે.