5 સ્ટારની નીચે બનશે ગાંધીનગર રેલવે સ્ટેશન, પરિસરમાં મળશે આધુનિક સેવાઓ સાથે હોસ્પિટલ પણ

સોમવાર, 28 ડિસેમ્બર 2020 (17:38 IST)
ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનનું કામ પુરૂ થવાને આરે છે. નવા વર્ષમાં તેનું ઉદઘાટન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ રેલવે સ્ટેશન દેશનું પ્રથમ રેલવે સ્ટેશન હશે જ્યાં પ્રાર્થના સભા, બેબી ફીડિંગ સહિતની સુવિધાઓ હશે. ફાઇવ સ્ટાર હોટલના બિલ્ડીંગની નીચે જ બનેલા સ્ટેશનમાં ઘણા પ્રકારની આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. 
આ બિલ્ડીંગના નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકીટ વિંડોની પાસે લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેથી મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં કોઇ સમસ્યા ન થાય. ટિકીટ વિંડો સુધી પહોંચવા માટે મુસાફરોને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એટલું જ નહી એન્ટ્રી ગેટ પાસે જ ફાઇવ સ્ટારમાં એન્ટ્રી કરવાનો પણ એક ગેટ લગાવવામાં આવ્યો છે, જેથી મુસારોને ટ્રેનમાંથી ઉતર્યા બાદ સીધા અહીં હોટલમાં પહોંચી શકશે. 
 
નવી બિલ્ડીંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ, એક્સલેટર, બુક સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત તમામ સુવિધાઓ ઉપરાંત પ્રાથમિક ઉપચાર માટે એક નાનકડી હોસ્પિટલ પણ બનાવામાં આવી રહી છે. પ્લેટફોર્મ પર મહિલા પેસેન્જર સંતાનને ફીડિંગ કરાવી શકે એ માટે બેબી ફીડિંગ રૂમ પણ બનાવાયો છે. ત્યારબાદ હવે સ્ટેશનની જૂની બિલ્ડીંગ ખાલી કરી દેવામાં આવી છે. અહીં ફક્ત સ્ટેશન માસ્ટર અને રેલવેનો અન્ય સ્ટાફ જ રહેશે. સમગ્ર સ્ટેશન સીસીટીવીથી સજ્જ હશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર