કોરોના પોઝિટીવ ફ્રન્ટ લાઇન વર્કરને 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં શ્રેષ્ઠ સારવાર અપાશેઃ વિજય નહેરા

શનિવાર, 2 મે 2020 (16:05 IST)
કોરોનાના ખતરા વચ્ચે ફ્રન્ટ લાઇન કામ કરી પેરા મેડિકલ સ્ટાફ, નર્સ, હેલ્થ વર્કર, પોલીસ જવાનો અને સફાઈ કર્મી સહિતના કર્મચારીઓ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જ્યારે પણ ફ્રન્ટ લાઇન કામ કરતા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવશે તો તેમને હોમ બેઝ શ્રેષ્ઠ સારવાર અપાશે તેમજ જો તેઓ હોમ બેઝ સારવાર લઇ શકે તેમ નહીં હોય તો 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે જેનો ખર્ચ તંત્ર દ્વાર ઉઠાવવામાં આવશે તેમ વિજય નહેરાએ જણાવ્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં વધુ 6 કેસ નોંધાયા છે. શહેરને અડીને આવેલા બોપલમાં વધુ બે કેસ, ધોળકા, બાવળા, કઠવાડા અને ગતરાડ ગામમાં એક-એક કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યારસુધી જિલ્લામાં કુલ 42 કેસ નોંધાયા છે. શુક્રવારે બોપલના કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે વ્યક્તિના પોઝિટિવ કેસ બાદ તે જ પરિવારની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોડી રાતે ઇસ્કોન પ્લેટીનિયમમાં રહેતી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા અઠવાડિયા પહેલા દરેક વિસ્તારમાં સેનિટાઈઝ અને ઉકાળા વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જો કે બોપલમાં બે દિવસમાં જ ચાર કેસો નોંધાઈ ગયા છે. આજે નગરપાલિકા દ્વારા જે ફ્લેટમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓની રોજ રોજ સંખ્યા વધતી જઇ રહી છે ત્યારે લક્ષણ વગરના કોરોનાના દર્દીને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે એ બધાની વચ્ચે સમરસ હોસ્ટેલ સતત વિવાદોમાં રહી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓ દ્વારા પૂરતી સુવિધા ન મળતી હોવાની વાતને લઇને હોબાળો મચાવ્યો હતો. દર્દીઓના ટોળા એકઠાં થઇ ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર