ગુજરાતના અમરેલીમા દરિયો તોફાની બનતા કુલ 3 બોટ ડુબી ગઇ હતી. આ વિકટ પરિસ્થિતિમાં જાફરાબાદથી આશરે 18 નોટિકલ માઈલ દુર 3 માછીમારી બોટ દરિયામાં ડૂબી ગઇ હતી. આ બોટમાં કુલ 28 માછીમારો સવાર હતા. જે પૈકી 17 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ ગુમ છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ સમસ્યા આવી રહી હતી.