ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા લેવામાં આવનારી બે પરીક્ષાઓ મોકૂફ

શનિવાર, 23 ઑગસ્ટ 2025 (09:52 IST)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી બે પરીક્ષાઓને લઇને મોટો નિર્ણય લેવાયો છે.. આ બન્ને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
 
ઉમેદવારોની રજૂઆતો બાદ નિર્ણય  
 
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ પણ જાહેર કરી હતી.
Gujarat Subordinate Services Selection
 
નવી તારીખ હવે પછી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર કરવામાં આવશે. સંબંધિત તમામ ઉમેદવારોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.  આ નિર્ણયથી ઉમેદવારોને બે પરીક્ષાઓમાંથી એક પસંદ કરવાની મુંઝવણમાંથી રાહત મળી છે અને તેમને તૈયારી માટે પણ વધુ સમય મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર