Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થી પર હુમલો બાદ મોત થતા વાલીઓમાં રોષ, પ્રિંસિપલ અને સ્ટાફને માર્યા લાફા

બુધવાર, 20 ઑગસ્ટ 2025 (12:37 IST)
Seventh day School
Ahmedabad Seventh Day School Case અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો.  જેમાં ધોરણ 10માં ભણતા નયન સંતાણીનું મૃત્યુ થયું છે.જોકે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી. 
 
ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી.

 
આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખીય ઘટના બની છે. 
 
 આ આખી ઘટના કેવી રીતે બની એ નજરે જોનારા ઓમ પટેલે જણાવ્યા અનુસાર, નયન પર ગેટ નંબર 4 પાસે કરવામાં હુમલો આવ્યો હતો. ઓમ પટેલે જણાવ્યું કે ફિઝિક્સના ઇન્સ્ટ્રુમેન્ટથી નયનની હત્યા કરવામાં આવી. દરમિયાન સ્કુલ પ્રશાસન ફક્ત જોતું જ રહ્યું.   સિક્યુરિટીએ આખી ઘટના જોઈ, પરંતુ એ લોકો મદદ કરવા ન આવ્યા. માહિતી પ્રમાણે સ્કૂલ તંત્ર એવું કહી રહ્યું છે કે અમે રિક્ષામાં નયનને લઈ ગયા, પરંતુ આખી ઘટના નજરે જોનારા ઓમ પટેલે જણાવ્યું કે સ્કુલનું કોઈ મદદે આવ્યું ન હતું. હકીકતમાં સ્કૂલની વિધાર્થી અને નયનના મિત્ર જ નયનને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર