અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીના મોત બાદ સ્કૂલ પર મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.
એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં સીડીઓ ઉતરતા સમયે 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વચ્ચે બોલાચાલી થઈ હતી
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું