Miss Universe India 2025- મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી, જેમાં મણિકા વિશ્વકર્મા જીતી હતી અને સૌંદર્ય સ્પર્ધાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ 2024માં, મણિકાને મિસ યુનિવર્સ રાજસ્થાન માટે પસંદ કરવામાં આવી હતી અને હવે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ જીત્યા બાદ, તે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે, જે આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે.