વરસાદને કારણે પૂરની સ્થિતિ
નાંદેડના મુખેડ તાલુકામાં ભારે વરસાદને કારણે 5 લોકો ગુમ થયા છે. જિલ્લાના રાવણ ગામમાં 225 લોકો પૂરના પાણીમાં ફસાયા છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. કર્ણાટક અને તેલંગાણાના બંધોમાંથી પાણી છોડવામાં આવતા સરહદી જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે મુખેડ તાલુકામાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.