Todays Latest News Live યૂરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે... ગુજરાતમાં મોકલવામાં આવેલા પરિજનોએ વ્યક્ત કર્યુ દુ:ખ

ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (14:07 IST)
હવામાન વિભાગની આગાહી, બે દિવસ ઠંડીમાં થશે વધારો 
weather
 
રાજ્યનાં હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અન્ય ભાગોમાં માવઠાની શક્યતા નથી. આગામી તા. 6 અને 7 ફેબ્રુઆરીએ ફરી ઠંડીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે. 23 ફ્રેબ્રુઆરીનાં અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ બનશે. માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેશે.

08:16 PM, 6th Feb
ગટરમાં પડેલ બાળકનું મોત, 24 કલાક પછી વરિયાવ પંપિગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી મળ્યો મૃતદેહ
 
surat news
 ગટરમાં પડેલ બાળકને બચાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જોકે તંત્રના અથાગ પ્રયાસો પછી પણ તે બાળકને બચાવી શકાયું નથી. વિગતો મુજબ વરિયાવ પંપિગ સ્ટેશન પાસેથી ડ્રેનેજમાંથી મળી આવ્યું છે.

02:03 PM, 6th Feb
યૂરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે... ગુજરાત પર મોકલવામાં આવેલા પરિજનોએ વ્યક્ત કર્યુ દુખ 
Photo Credit: X
Indian Illegal Immigrants: અમેરિકાથી  104 ગેરકાયદેસર ભારતીયોને દેશનિકાલો કરીને ભારત મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૩૩ ગુજરાતના છે. તેમના પરિવારોને તેમના વિદેશ જવાની ખબર નહોતી.

02:03 PM, 6th Feb
Mumbai-Ahmedabad રૂટ પર બુલેટ ટ્રેનને લઈને આવ્યુ લેટેસ્ટ અપડેટ, સૂરતમાં તૈયાર થયો આ બ્રિઝ 
 
bullet train
 
Mumbai-Ahmedabad Bullet Train Update: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરતમાં રેલવે ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઈન ઈંડિયા પુલ બનીને તૈયાર થઈ ગયો છે.  

10:57 AM, 6th Feb
2 દિવસમાં ટ્રાફિક પોલીસે બનાવી 6600થી વધુ ચલાણ, વસૂલ્યો 48 લાખનો દંડ 
Ahmedabad Traffic Rule Violation: અમદાવાદ શહેરના રસ્તાઓ પર ઘણા બાઇક સવારો હેલ્મેટ વગર જોવા મળે છે. આના કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગયા વર્ષે, ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું અને હેલ્મેટ નિયમો લાગુ કરવા બદલ અમદાવાદ પોલીસને ઠપકો આપ્યો હતો. આ પછી, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિક કર્મચારીઓ અને બાઇક ચલાવતા જાહેર જનતા માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન હજુ પણ ચાલુ છે અને છેલ્લા બે દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર