પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે. તેમણે આ માટે પોતાની વધતી વયનુ કારણ આપ્યુ. ભીખુદાન ગઢવી 77 વર્ષના છે. ભીખુદાન ગઢવીએ છેલ્લો ડાયરો જામનગરમાં કર્યો હતો. ભીખુદાનભાઈ ગઢવી ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેમના લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, લોક-ડાયરો માત્ર ગુજરાત જ નહીં, પણ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જોકે હવે તેઓ ડાયરો કરતા નહીં દેખાય. ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે.