મુંબઈ : અંધેરી સ્ટેશન પાસે પુલ પડ્યો, સ્થાનીક ટ્રેન પ્રભાવિત, હજારો લોકો ફંસાયા

મંગળવાર, 3 જુલાઈ 2018 (10:49 IST)
મુંબઈમાં મંગળવારની સવારે થયેલ ભારે વર્ષા મુંબઈવાસીઓ માટે મોટી આફત બનીને આવી. વરસાદને કારણે અંધેરી સ્ટેશન પાસે ફુટઓવર બ્રિઝનો એક ભાગ તૂટીને રેલવે પાટા પર પડ્યો. વેસ્સ્ટર્ન પ્રવક્તાએ જણાવ્યુ કે આ ઘટનાની ઉપનગરીય સ્થાનીક ટ્રેન સેવાઓ પર અસર પડી છે
મુખ્યમંત્રીએ કરી મુંબઈ પોલીસ અને બીએમસી કમિશ્નરને વાત 
 
અંધેરીમાં પુલ તૂટવાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ પ્રમુખ બીએમસી કમિશ્નર સાથે ચર્ચા કરી. ફડણવીસે ટ્રાફિક સુચારુ રૂપથી ચાલવા માટે બસોની ફ્રીંકવંસી વધારવાનુ કહ્યુ. આ મુદ્દા પર રેલવે પ્રોટેક્શન ફોર્સના આર. કુડવાલ્કરે જણાવ્યુ - પાંચ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એવુ નથી લાગતુ કે કોઈ કાટમાળમાં દબાયુ છે.  રેલવે પ્રશાસન, આરપીએફ, જીઆરપી, સિટી પોલીસ હાલ ઘટના પર પહોંચી છે અને કાટમાળને હટાવવાનુ કામ ચાલી રહ્યુ છે 
અંધેરી ઈસ્ટને અંધેરી વેસ્ટ સાથે જોડનારો પુલના પડવાથી તાર પણ તૂટી ગયા છે. સાથે જ વેસ્ટર્ન અને ઉપનગરીય લાઈન પ્રભાવિત થઈ છે. ભારે વરસાદને કારણે સેટ્રલ લાઈનની ટ્રેન પણ મોડી ચાલી રહી છે. 
 
ઘટનામાં પાંચ લોકો ઘાયલ 
 
વેસ્ટર્ન રેલવે પ્રવક્તાએ જણાવ્યુ - રેલવે અધિકારીઓને ઘટના પર મોકલી દેવામાં આવ્યા અને ટ્રાફિક વ્યવસ્થિત રૂપે ચાલુ કરવા માટે બધા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોગેશ્વરીના રહેનારા રુટૂ ચરણે કહ્યુ - અમારી ટ્રેન જાહેર થતા પહેલા લગભગ 30 મિનિટ સુધી જોગેશ્વરી સ્ટેશન પર ઉભી રહી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર