ખારેક ખાવાથી આ બીમારી જડમૂળથી થશે દૂર

બુધવાર, 14 ડિસેમ્બર 2022 (19:20 IST)
- ખજુરના ઝાડમાંથી રસ કાઢીને 'નીરા' બનાવવામાં આવે છે આને જો તરત જ પીવામાં આવે તો આ ખુબ જ પૌષ્ટિક અને બળવર્ધક હોય છે અને થોડોક સમય રાખીને પછી પીવામાં આવે તો દારૂ બની જાય છે, પરંતુ આ દારૂ નુકશાન કરે છે. આના રસથી ગોળ પણ બનાવવામાં આવે છે. આનો ઉપયોગ વા અને પિત્તનું શમન કરવા માટે કરવામાં આવે છે.
 
- દમના રોગીને દરરોજ સવાર અને સાંજ 2-2 ખારેક એકદમ ચાવી ચાવીને ખાવી જોઈએ. આનાથી ફેફસાઓને તાકાત મળે છે અને કફ તેમજ શરદીનો પ્રકોપ પણ ઓછો થઈ જાય છે.
 
- ખારેકમાંથી ઠળિયા કાઢીને તેને દૂધમાં ઉકાળીને ગાઢી કરી લો. ખારેક ગળી જાય એટલે સુકા મેવા નાંખીને એકદમ મિક્સ કરી લો. આ દૂધ વધતાં બાળકો માટે ખુબ જ ગુણકારી છે.
 
-  સામાન્ય રીતે એવી ઘણી બધી વસ્તુ છે જે ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થતો હોય છે પરંતુ દરેક પદાર્થ માં ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય છે જે કેટલાક લોકોની તાસીરને અનુકુળ આવે છે તો કેટલાક લોકોને અનુકૂળ નથી આવતી. હવે ડોક્ટરો પણ ઘરગથ્થુ પદાર્થોનું સેવન કરવાની સલાહ આપે છે, પરંતુ દરેક લોકોની તાસીર અલગ અલગ હોય છે.
 
અલગ-અલગ ઋતુ પ્રમાણે અને પોતાની તાસીર પ્રમાણે ઘરેલુ પદાર્થ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાંથી એક પદાર્થ છે ખારેક અને ખજૂર. સામાન્ય રીતે ખારેક અને ખજૂર બંને એક જ ઝાડ પર ઉગતા હોય છે અને બંને ની તાસીર સામાન્ય રીતે ગરમ હોય છે.
 
એટલા માટે જ ખારેક અને ખજૂર શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે, જેથી તેની અસર આપણા શરીર પર અને તબિયત પર સારી પડે, અને ખારેક અને ખજૂર આપણા સ્વાસ્થ્યને લાભ આપે છે. સામાન્ય રીતે ખજૂર અને ખારેક ગરમ હોવાને કારણે તેનો ઉપયોગ ઠંડી ઋતુ માં કરવામાં આવે છે, અને તેની ઉપયોગીતા ઠંડીમાં વધુ હોય છે.
 
ખારેક અને ખજૂર ના ફાયદાઓ વિશે લોકો ખૂબ સારી રીતે જાણતા હોય છે પરંતુ ખારેક અને ખજૂર ના એવા ઘણા ફાયદાઓ છે જેના વિશે મહદંશે લોકો અજાણ છે. તો ચાલો આજે આપણે જાણીએ ખારેક અને ખજૂર માંથી મહત્વના કયા કયા ફાયદા ઓ આપણને થાય છે.
 
ખારેકમાં ઘણા ખરા પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે તથા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી નીવડે છે. પરંતુ જ્યારે ખારેક ને આખી રાત પાણીમાં પલાળીને સવારે ઉઠીને નવના કોઠે તેનું સેવન કરવા માં આવે અને તેનું પાણી પીવા માં આવે ત્યારે આપણા શરીરને મહત્તમ ફાયદાઓ થાય છે.
 
રાત્રે પલાળેલી ખારેક સતત એક અઠવાડિયા સુધી ખાવાથી આ બે બીમારીઓ માંથી હંમેશા માટે છુટકારો મળે છે. તો ચાલો આજે અમે તમને એ બંને બીમારી માં પલાળેલી ખારેક કેવી રીતે કામ કરે છે એના વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..
 
ડાયાબિટીસ માંથી છુટકારો મળે છે :- ડાયાબિટીસ એ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને ગળ્યુ અથવા તો ખાંડ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે. સામાન્ય રીતે ડાયાબિટીસ વાળા લોકો સતત એક અઠવાડિયા સુધી રોજ આખી રાત સુધી પલાળેલી ખારેક નુ સવારે ઊઠીને સેવન કરે તો ડાયાબિટીસ માંથી તેમને રાહત મળી શકે છે. પલાળેલી ખારેકમાં ખાંડનું પ્રમાણ ઘટી જાય છે અને તેમાં મધુ મેહને ઓછુ કરવાના ગુણો હોય છે. જેથી તે ડાયાબિટીસ ને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
 
કબજિયાત માંથી છુટકારો આપે છે :- સતત એક અઠવાડિયા સુધી આખી રાત પલાળેલી ખારેકનું સેવન સવારે નવણા કોઠે કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. સતત અઠવાડિયા સુધી રોજ આખી રાત પલાળેલી ખારેકનું સેવન રોજ સવારે અને સાંજે બંને સમય ગરમ પાણી સાથે કરવા થી કબજિયાતની સમસ્યામાં ઝડપથી ફાયદો થાય છે અને કબજિયાત ની સમસ્યા જળ મૂળ માંથી નાશ પામે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર