Cloudburst in Kishtwar : કિશ્તવાડમાં વાદળ ફાટવાથી મોટી તબાહી, Video આવ્યો સામે

ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (14:32 IST)
Cloudburst in Kishtwar :જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થવાની સંભાવના છે. બચાવ ટીમ રવાના થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં અચાનક મુશળધાર વરસાદ (વાદળ ફાટ્યુ) પડ્યો હતો. અત્યાર સુધી વરસાદની તીવ્રતા અને કોઈ ઈજા કે જાનહાનિ વિશે માહિતી સ્પષ્ટ નથી.
 
કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં વાદળ ફાટ્યુ 
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી. તેમણે કહ્યું કે તેમને જમ્મુ અને કાશ્મીરના નેતા અને સ્થાનિક ધારાસભ્ય સુનિલ કુમાર શર્મા પાસેથી માહિતી મળી છે. કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં મોટો વાદળ ફાટ્યો છે, જેના કારણે ભારે નુકસાન અને ઇજાઓ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર તાત્કાલિક સક્રિય થઈ ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ તેમજ તબીબી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


તંત્ર એલર્ટ મોડ પર
ઘણા ગામોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વહીવટી ટીમો ગામડે ગામડે જઈને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. ચાર દિવસ પહેલા પણ પાદરમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે સાજર વિસ્તારના નાળામાં પાણી જોરદાર પ્રવાહ સાથે આવ્યું હતું. આ કારણે ચિનાબ નદીના પાણીનું સ્તર પણ વધ્યું હતું. હવે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બચાવ કામગીરી માટે તૈયારી કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર