ગોલ્ડ લોનમાં 20 ટકાનો વધારો, મહામારી બાદ લોકોએ અંદાજિત 28 મેટ્રિક ટન સોનું વેચ્યું

શુક્રવાર, 11 માર્ચ 2022 (10:26 IST)
આકર્ષક વ્યાજ દરો તેમજ લોનની આવશ્યકતાએ મહામારીની ચપેટ આવ્યા બાદ ગોલ્ડ લોનને પ્રોત્સાહન આપ્યું છે. 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) દ્વારા સ્વીકારવામાં આવેલી ગોલ્ડ લોનની અરજીઓમાં 20%નો વધારો થયો છે. ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC)ના ડેટા અનુસાર સમગ્ર ભારતમાં, ત્રિમાસિક ગાળામાં મંજૂર કરાયેલ કુલ લોન રૂ. 25.090 કરોડ હતી.
 
ઇન્ડસ્ટ્રીના અનુમાનથી ખબર પડે છે કે ભારતમાં મંજૂર કરાયેલી કુલ ગોલ્ડ લોનમાંથી, ગુજરાતનો હિસ્સો ઓછામાં ઓછો 10% છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, "જ્યારથી મહામારી શરૂ થઇ ત્યારથી, અમુક પ્રકારની કટોકટીના કારણે રોકડની જરૂરિયાત વધી, જેના કારણે ગોલ્ડ લોનમાં વધારો થયો.
 
ઘણી બેંકો ઝડપી વિતરણ સાથે આકર્ષક વ્યાજ દરે લોન આપે છે જેનાથી લોકોને તેમની કટોકટીની રોકડ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી હતી, દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાત હજુ પણ ગોલ્ડ લોન માટે મોટું બજાર નથી.
 
ગુજરાતમાં લોકોએ રોકડની જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્યત્વે નોકરી ગુમાવવી, આવક ગુમાવવી અથવા મેડિકલ ઇમરજન્સીના કારણે સોનું વેચ્યું. મહામારી બાદ લોકોએ અંદાજિત 28 મેટ્રિક ટન સોનું વેચ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના ડેટા અનુસાર, ભારતમાં રોગચાળાની શરૂઆતથી એટલે કે એપ્રિલ 2020 થી ડિસેમ્બર 2021 સુધીમાં અંદાજિત 142 મેટ્રિક ટન સોનાનું રિસાયકલ કરવામાં આવ્યું હતું, એટલે કે એપ્રિલ 2020 થી ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં, ભારતમાં સોનાના વેચાણના ઓછામાં ઓછા 20% રિસાયકલિંગ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર