Navratri vrat Recipe- ફરાળી રેસીપી - સાબુદાણાના વડા

બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (13:08 IST)
સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, બે નંગ લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ અને તળવા માટે તેલ. 
 
 
બનાવવાની રીત  - સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો. હવે સાબુદાણાની અંદર બટાકાને મસળી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, જીરુ, ખાંડમ મીઠુ, લીંબુનો રસ અને ઘાણા નાખીને તેને સારી રીતે મસળી લો. 
 
હવે આ મિશ્રણના ગોળ વડા બનાવી તેને થોડા ડબાવી વચ્ચે ટચલી આંગળી વડે કાણું પાડી દો. બધા વડા આ રીતે બનાવી લો. એક કઢાઈમાં તેલ લઈને તેને ખૂબ તપાવી લો. પછી ધીમા ગેસ પર બધા વડા તળી લો. 
 
દહીં સાથે કે લીલી ફરિયાળી ચટણી સાથે આ વડાને ગરમા-ગરમ પીરસો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર