Gujarati Recipe- સાબુદાણાની ખીચડી

રવિવાર, 3 એપ્રિલ 2022 (14:08 IST)
સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, એક લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, કઢી લીમડાના પાંચ છ પાન મીઠુ સ્વાદ મુજબ અને તેલ.
 
 
બનાવવાની રીત - સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં 
 
વાટી લો. બટાકાને બાફીને છોલી લો અને તેને મધ્યમ સાઈઝમાં કાપી લો. સાબુદાણાની અંદર સીંગદાણાનો ભૂકો, મીઠુ અને ખાંડ મિક્સ કરી રાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. 
 
તેમા જીરુ અને લીમડો તતડાવો. પછી તેમા સમારેલા લીલા મરચા નાખી સૌ પ્રથમ બટાકા નાખો. બટાકા સાધારણ સાંતળ્યા પછી તેમા સાબુદાણાનુ મિશ્રણ નાખી દો. સાધારણ પાણીનો છટકાવ કરીને સાબુદાણા 5 મિનિટ માટે ઢાકી મૂકો. લીંબુનો રસ નાખી હલાવો અને સમારેલા ધાણા ભભરાવી ગેસ પરથી ઉતારી લો. 
* સાબૂદાણાની ખિચડીનો સ્વાદ વધારવા માટે તેને  વાટેલી ખાંડ, લીમડો, કોથમીર અને બટાટાની ચિપ્સથી સજાવીને ખાવી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર