Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ

રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (17:31 IST)
સામગ્રી  - 500 ગ્રામ બાફેલા ચોખા, 125 ગ્રામ ફ્લાવર, ડુંગળીના લીલા પાન, 2 ગાજર, 1/2 ગ્લાસ લીલા વટાણા બાફેલા, 10-15 મશરૂમના ટુકડા, 1/2 પેકેટ સુપર સીઝનીંગ, 2 મોટા ચમચા સોયા સોસ, અજીનોમોટો, 2 મોટી ચમચી રેડ ચિલી સોસ, 250 ગ્રામ ચિકનના બાફેલા ટુકડા, તળવા માટે તેલ, 2 શિમલા મરચા. 
 
Chinese Fried Rice
બનાવવાની રીત - એક કડાહીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમા બધી સમરેલી સામગ્રી, શાકભાજી અને વટાણા નાખીને સારી રીતે ભેળવી લો. તેમા ચિકનના ટુકડા, 2 મોટી ચમચી સોયા સોસ, 1/2 પેકેટ સુપર સિઝનિંગ, મશરૂમના ટુકડા સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમા તૈયાર ચોખા નાખીને ફરીથી મિક્સ કરો. ગરમા ગરમ પુલાવ ટામેટા સોસ અને ચિલી સોસ સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર