લિચફિલ્ડ-પેરીએ રમતમાં કમબેક કરાવ્યું
4 વિકેટ વહેલી પડી ગયા બાદ એલિસ પેરી અને ફોબી લિચફિલ્ડે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી ટીમને 100 રનથી આગળ લઈ ગઈ હતી. લિચફિલ્ડ 49 રન બનાવીને આઉટ થઈ હતી અને બંને વચ્ચે 79 રનની ભાગીદારી તૂટી હતી. અંતે પેરી પણ 37 રન બનાવીને આઉટ થઈ.
મધ્ય ઓવરોમાં લાગેલા આંચકાઓ પછીથી ઑસ્ટ્રેલિયા મેચમાં કમબેક કરી શકયું નહી અને 19.2 ઓવરમાં 141 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. ગ્રેસ હેરિસ એક રન, એનાબેલ સધરલેન્ડ 12, જ્યોર્જિયા વેરહેમ 5 અને મેગન શટ એક રન બનાવીને આઉટ થયા હતા.